ભાદરવાની શરૂઆત સાથે રામદેવપીર નવરાત્રિની શરૂઆત
થાય છે. અલખના ધણી, “પશ્ચિમી ધરાના પાદશાહ” તરીકે પ્રસિદ્ધ રામાપીર પશ્ચિમ
ભારતના રાજસ્થાન, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે
પ્રદેશોમાં અલખના આરાધક અને નિજારધર્મ મહાન ધર્મોના મહાન પ્રવર્તક તરીકે
પ્રસિદ્ધ છે. ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતાં થયેલ મઘ્યયુગીન ભકિતઆંદોલન
વખતે સંત કબીર, ગુરુનાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરેએ સંતની આરાધના
દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેના જાતિગત ભેદભાવો ઉલ્મુલન
કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. લગભગ એ જ
અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પિશ્ચમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ
એકતા સ્થાપવા તેમજ સ્પર્શા-સ્પર્શના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા
સ્થાપવામહત્ત્વની કામગીરી બજાવી હતી અને આને જ પોતે નિજ કેનિજિયા
ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા.
મારવાડમાં આવેલ પોકરણગઢના મહારાજા અજમલજી ભગવાન
દ્વારિકાધીશના મહાન ભકત હતા. કહો કે ભગવાન તેમને હાજરા હજૂર હતા. ભગવાને
આપેલ વચન પ્રમાણે સંવત ૧૪૬૧ની વસંતપંચમી (મહા સુદ પાંચમ)ના દિવસે એમના મોટા
પુત્ર વીરમદેવજીના જન્મના છઠ્ઠા દિવસે (મહા સુદ અગિયારસ) એ જ પારણામાં
ભગવાન રામદેવજીનું બાળસ્વરૂપે પ્રાગટય થયું. બાબાને પરચાવાળા દેવ પણ કહે
છે. બાબાએ પૂછતાં લાખા વણજારાની સાકરની પોઠોમાં બધું મીઠું જે છે, તો બધું
મીઠું (નમક) થઈ ગયું. પછી લાખાએ રામદેવબાબા પાસે જઈને રડીને માફી માગી. તે
પછી જૂઠું કદી ન બોલવું એ શરતે બાબાએ માફી આપી અને મીઠાની સાકર થઈ. તે પછી
લાખો બાબાના ભકત થઈ ગયા. લોકોને ત્રાસઆપતા ભેરવા રાક્ષસને બાબાએ ભંડારી
દીધો. ભાવિ પત્ની નેતલદે અંધ તેમજ અપંગ હતાં. લગ્ન વખતે ચોરીમાં હસ્તમેળાપ
વખતે તેમનું અંધત્વ તેમજ અપંગતા અદ્રષ્ય થઈ ગયા અને દેવાંશીરૂપ એમને
પ્રાપ્ત થયું બાબાના પ્રતાપે દલુ વાણિયાને ચોરોએ લૂંટીને મારી નાખેલા. તે
તેની પત્નીની પ્રાર્થનાથી જેને આપણે રામાપીરનો હેલો કહીએ છીએ અને
ગાઈએ છીએ, તેથી બાબાએ વાણિયાનું ધડ અને માથું જૉડીને તેને જીવંત કર્યો. તે
પછી વાણિયો બાબાનો પૂર્ણ ભકત બની ગયો. ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે
મક્કાથી પાંચ મુસ્લીમ પીર-ઓલિયા બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની
પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો
અને બાબાને‘હિંદવાપીર’નું ‘રામશાહપીર’નુ નવુ બિરુદ આપ્યું . ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.
બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ
ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો
હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને
તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને
અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ઈ.સ ૧૪૫૯માં સંવંત ૧૫૧૫ના ભાદરવા સુદ
૧૧ના ગુરુવારના રોજ સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. તેમની
ધર્મની માનેલી બહેન, હરિજન ભકત ડાલીબા એ બે દિવસ પહેલાં સમાધિ લીધી એટલે
કે નોમના રોજ. બંનેની સમાધિની જગા પણ ડાલીબા એ નક્કી કરી હતી. બિકાનેરના
મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું. આજે પણ
રણુજામાં આ સમાધિમંદિરનાં દર્શન કરવા લાખો જનો જાય છે. બાબાનાં મંદિરોમાં
ખૂબ મેળા ભરાય છે. પૂજા થાય છે, પાટોત્સવ વગેરે થાય છે.
બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ,
ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના
રામદેવરા પાસે આવેલી છે.









0 comments:
Post a Comment